પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ વિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
જાહેર તંત્રની ફરજો
  જીલ્લા પંચાયતને  સુપ્રત થયેલ લોક  હીતની  યોજનાઓ સરદાર  આવાસ યોજના, માળખાકીય સુવિધા અંગેની યોજના, સંકટ મોચન યોજના, પંચાયત ઘરનું બાંધકામ, બારમું નાણાપંચ,  પંચવટી યોજના,  વિ. યોજનાઓનું સરકારશ્રીએ નકકી કરેલ મા૫દંડ મુજબ અમલીકરણ કરાવવું.
  ગ્રામ/તાલુકા/જીલ્લા પંચાયતના  વહીવટમાં  ગુજરાત  પંચાયત ધારો ૧૯૯૩ નો અસરકારક  અમલ કરાવવો.
કાર્યો
  ગરીબી રેખા હેઠળ જીવતા ગ્રામીણ કુટુંબોને આવાસ પુરા પાડવાની યોજના(સરદાર આવાસ) નું અમલીકરણ
  પંચાયત ઘર વિહોણી  ગ્રામ પંચાયતને પંચાયત ઘર  કમ તલાટી કમ  મંત્રી આવાસ બનાવી આ૫વાની યોજનાનું અમલીકરણ.
  ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના મુખ્ય વ્યકિતનું  આકસ્મિક/કુદરતી મૃત્યુ થાય તેવા  સંજોગોમાં વારસદાર/આધારીતને સહાય  ચુકવવાની  સંકટ મોચન યોજનાનું અમલીકરણ.
  પંચવટી યોજના.
  બારમું નાણાપંચ.
  માળખાકીય સુવિધા હેઠળ સરકારીસહાય હેઠળની જુદી જુદી યોજના સામુહીક ૧૫ કે તેથી વધુ આવાસોના   સમુહને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની યોજના.