પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ વિકાસ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
ભારતના સંવિધાનમાં ૭૩ માં સુધારાથી બંધારણમાં પંચાયતી રાજવ્યવસ્થાની ખાસ બંધારણીય જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે જેથી પંચાયતી રાજય વ્યવસ્થાનો ૧૯૯૩ ના પંચાયત અધિનિયમથી અમલ શરૂ થયેલ છે પાયાની લોકશાહીને મુર્તિમંત કરવા તથા ગ્રામ સ્વરાજના આદર્શને અમલ માં મુકવાનો હેતુ રહેલ છે

જીલ્લા પંચાયત પંચમહાલ અંતર્ગત વિકાશ શાખાનો હેતુ જીલ્લાના તમામ તાલુકાઓની વિકાસ યોજનાઓનુ સંકલન , જીલ્લાની યોજના તૈયાર કરવા બાબત તથા રાજય સરકાર જે જે વિકાસ કાર્યક્રમ સોપે તેનો અમલ કરવા બાબતનો છે વિકાસ શાખાનુ વહીવટી માળખુ નીચે મુજબ છે

જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસતી પ્રજા પૈકી મકાન વિહોણા લોકોને છત્ર પુરૂ પાડવા માટેની સરકારશ્રીની સરદાર પટેલ આવાસ યોજના હેઠળ આવાસો બાંધી આપવા તથા અન્ય લોક હિતની યોજનાઓ જેવી કે, સંકટ મોચન યોજના, પંચવટી યોજના, બારમું નાણાપંચ વિ. ના માઘ્યમથી લોક સુખાકારીમાં વધારો થાય તેવું આગોતરૂં આયોજન કરી તેનો અમલ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. તથા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના વહીવટ/ પ્રશાસનમાં સક્રીય લોક ભાગીદારી વધે તે મુખ્ય ઘ્યેય છે.

ટુંકો ઈતિહાસ.
પ્રાચીન સમયમાં ગામડાઓનો વહીવટ/સ્થાનિક પ્રશ્નોનો નિકાલ ગામના પંચો/ આગેવાનો મારફતે થતો હતો. હવે અર્વાચીન યુગમાં કાનુની સ્વરૂપે લોકશાહી માળખું આકાર લેતાં ગુજરાત રાજયમાં તા. ૧/૪/૬૩ થી ગ્રામ/તાલુકા/જીલ્લા એમ ત્રણ સ્તરની પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં મુકેલ છે. જીલ્લા કક્ષાએ પ્રજાના ચુંટાયેલા પંતિનિધિઓ ઘ્વારા લોકોના પ્રજા હીતના કામો કરવા માટે આ સંસ્થા કાર્યરત છે. પંચાયત/વિકાસ શાખા તેનો એક ભાગ છે.