પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ગુજરાતના નકશામાં નજર કરી પંચમહાલ જિલ્લાને શોધીએ તો તરત જ મનમાં વિચાર આવે કે પંચમહાલ એટલે અતિ પછાત,અવિકસિત અને આદિવાસીઓનો જિલ્લો. પંચમહાલ જિલ્લો પહેલા દાહોદ અને પંચમહાલના સમગ્ર વિસ્તારને આવરી લેતો ખુબ મોટો આદિવાસી જિલ્લો હતો. જિલ્લોઓનું વિભાજન થતાં પંચમહાલ જિલ્લાનું પણ વિભાજન થયું. પંચમહાલ જિલ્લામાં ૧૧ તાલુકાનો સમાવેશ થયેલ છે જે પૈકી સંતરામપુર,મોરવા (હ),કડાણા,ધોધંબા અને જાબુંધોડા જેવા આદિવાસી વિસ્તારો અને હાલોલ,કાલોલ,શહેરા ,ગોધરા , ખાનપુર અને લુણાવાડા જેવા બિનઆદિવાસી વિસ્તારો આવેલા છે.ભૌગોલિક દ્રષ્ટીએ દાહોદ અને સાબરકાંઠા જેવા પછાત જિલ્લાઓ અને ખેડા અને વડોદરા જેવા વિકસિત જિલ્લાઓની વચ્ચે લગભગ ર૦ લાખની વસ્તી ધરાવતો જિલ્લો છે.