પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસમાજકલ્યાણ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
આ શાખાના વડા જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી છે.
મુખ્ય યોજનાઓ
પૂર્વ એસ.એસ.સી. શિષ્‍યવૃત્તિ - અનુ.જાતિના ધોરણ ૧ થી ૭ તથા ૮ થી ૧૦ માં ભણતાં વિદ્યાર્થીઓને નગરપાલિકા / પંચાયત હસ્તકની જાહેર પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા ૩૮ ટકા ગુણ મેળવાનાર અને માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં શિષ્‍યવૃત્તિ મેળવવા ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ પ્રાપ્ત કરનારને લાભ મળે છે. આવક મર્યાદાનું ધોરણ રદ કરેલ છે.
 
ધોરણ વિગત શિષ્યાવૃત્તિના દર વાર્ષિક રૂ
૧ થી ૪ કુમાર ૭૫
૧ થી ૪ કન્યા ૧૦૦
૫ થી ૭ સરકારી શાળા ૧૨૫
૫ થી ૭ ખાનગી શાળા ૨૦૦
૮,૯ અને ૧૦ સરકારી અથવા સરકાર માન્ય શાળા ૨૦૦
 
સને ૧૯૯૭-૯૮ ના વર્ષથી ધોરણ ૧ થી ૪ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ આપવાનું નકકી થયેલ છે. કુમાર માટે રૂ.૭૫/- અને કન્યા માટે રૂ.૧૦૦/- ના દરે શિષ્‍યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજનામાં આવક મર્યાદા લાગુ પડતી નથી.
 
  બે જોડી ગણવેશ માટે સહાય
  અનુ.જાતિના ધોરણ ૧ થી ૭ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓને બે જોડી ગણવેશ આપવામાં આવે છે. આવક મર્યાદા રૂ.૧૫૦૦૦ વાર્ષિક છે.

અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓનાં બાળકો માટે શિષ્‍યવૃત્તિ - અનુસૂચતિ જાતિના મા-બાપ / વાલીનાં બાળકોને ધોરણ ૧ થી ૧૦ સુધીનાં અભ્યાસક્રમ માટે જુદા જુદા દરે દશ માસ માટે શિષ્‍યવૃત્તિ આપવામાં આવે છે. આ ઉપરાંત રૂ.૫૦૦/- વાર્ષિક એડહોક આપવાની પણ જોગવાઇ છે.
  ઘરે રહીને ભણતા વિદ્યાર્થીઓ માટે
 
ધોરણ ૧ થી ૫ ૨૫
ધોરણ ૬ થી ૮ ૪૦
ધોરણ ૯ થી ૧૦ ૫૦
  છાત્રાલયમાં રહીને ભણતા વિદ્યાર્થીઓ માટે
 
ધોરણ ૩ થી ૮ ૨૦૦
ધોરણ ૯ થી ૧૦ ૨૫૦
 
  અતિ પછાત જાતિ માટે શિષ્‍યવૃત્તિ
  અનુ.જાતિ પૈકી અતિપછાત જાતિઓના ધોરણ ૧ થી ૭ માં કુમારને રૂ.૪૫૦/- અને કન્યાને રૂ.૬૦૦ વાર્ષિક શિષ્‍યવૃત્તિ આપવામાં આવે છે. ધોરણ ૮ થી ૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ.૩૦૦ અને વિદ્યાર્થીનીઓને રૂ.૪૦૦ વાર્ષિક શિષ્‍યવૃત્તિ આપવામાં આવે છે.
  સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલની ભેટ
  વર્ષ ૧૯૯૮-૯૯ થી ધોરણ ૮,૯ અને ૧૦ માં અભ્યાસ કરતી અનુ.જાતની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની યોજના અમલમાં છે.
  ગ્રાંટ ઇન એઇડ છાત્રાલયને અનુદાન.
  ગ્રાંટ ઇન એઇડ છાત્રાલયોના સુધારા વધારા અને વિસ્તૃતીકરણ માટે સહાય આપવાની યોજનામાં ૪૫ ટકા કેન્દ્ર સરકાર, ૪૫ ટકા રાજય સરકારની જયારે બાકીના ૧૦ ટકા સ્વૈચ્છિક ખાનગી શૈક્ષણિક સંસ્થાઓએ ભોગવવાના રહે છે.
  આર્થિક ઉત્કર્ષ
  બેન્કેબલ યોજના હેઠળ નાણાંકીય સહાય
  અનુ.જાતિના લોકોને કુટિર ઉઘોગ અને પાયાના વ્યવસાય માટે એકમદીઠ કુલ કિંમતના અડધા અથવા વધુમાં વધુ રૂ.૬૦૦૦ બેમાથી જે ઓછી હોય તેટલી રકમ સબસીડી પેટે આપવામાં આવે છે. વાર્ષિક આવક મયાર્દા રૂ.૧૧,૦૦૦/- છે.
  માનવ ગરિમા યોજના
  સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ રૂ.૩૦૦૦ સહાય આપવામાં આવે છે. વાર્ષિક આવક રૂ.૧૧,૦૦૦ કરતાં વધુ ન હોય અને સ્વરોજગારી મેળવવા બેંક લોન લીધા સિવાય નાનો ધંધો કરવા ઇચ્છતા હોય તેવા અનુ.જાતિના લોકોને રૂ.૩૦૦૦ નાણાંકીય સહાય આપવામાં આવે છે.
  કાયદા / તબીબી સ્નાતકોને લોન / સહાય
  કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા માટે રૂ.૫૦૦૦ સહાય અને ૪ ટકા વ્યાજે રૂ.૭,૦૦૦ લોન આપવામાં આવે છે. વાષિર્ક આવક મર્યાદા રૂ.૨૪૦૦૦ છે.
  તબીબી સ્નાતક
  તબીબી સ્નાતકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા માટે રૂ.૨૫,૦૦૦ સહાય અને રૂ.૪૦,૦૦૦ ૪ ટકા વ્યાજે લોન એમ મળી કુલ રૂ.૬૫,૦૦૦ આપવામાં આવે છે. આવક મર્યાદા વાર્ષિક રૂ.૨૪૦૦૦ છે.
  ખેતીની જમીન ખરીદવા સહાય
  અનુ.જાતિના જમીન વિહોણા લોકોને ખાનગી જમીન ખરીદવા ર એકર જમીનની કિંમતના ૫૦ ટકા લેખે વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે. કુટુંબની એક જ વ્યકિતને આ લાભ અપાશે. આવક મયાર્દા રૂ.૧૮,૦૦૦ છે. જમીન ખરીદેલ હોય તેનો વેચાણ દસ્તાવેજ, જાતિ અને આવકના દાખલા સાથેની અરજી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને કરવાની હોય છે.
  પૂર્વ પરીક્ષા તાલીમ કેન્‍દ્રો
  અનુ.જાતિના શક્ષિત બેરોજગાર યુવાનોને રાજય સરકારની બેક, કોર્પોરેશનની અનામત જગ્યાઓ ઉપર નોકરી મેળવી શકે તે સારુ જીલ્લા કક્ષાએ પૂર્વ પરીક્ષા તાલીમ વગરે ચલાવવામાં આવે છે. અમદાવાદ અને વડોદરા જીલ્લામાં સ્ટેનોગ્રાફી અને ટાઇપીંગના વગોઁ ચલાવવામાં આવે છે. સ્ટેનાગ્રાફીના તાલીમ માટેની મુદત- ૬ માસની તથા માસકિ રૂ.૧૦૦ સ્ટાઇપેન્ડ તથા ટાઇપીંગના તાલીમાર્થીઓને માસકિ રૂ.૭૫ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવે છે. વાર્ષિક આવક મયાર્દા રૂ.૨૪,૦૦૦ છે.
  આરોગ્ય, વસવાટ અને અન્ય
  મફત તબીબી સહાય
  અનુ.જાતિના દર્દીઓને નીચેના દરે મફત તબીબી સહાય આપવામાં આવે છે.
  સ્ત્રીઓને થતાં પાંડુ રોગ માટે રૂ.૧૫૦
  ટી.બી.જેવા દદોઁ માટે મહિને રૂ.૨૫૦ પ્રમાણે ૧૨ માસ સુધી
  ગંભીર પ્રસુતિના રોગો રૂ.૫૦૦ સુધીની સહાય
  કેન્સર માટે માસિક રૂ.૫૦૦ દર્દ મટે ત્યાં સુધી આપવામાં આવે છે.
  રકતપિત્ત માટે માસકિ રૂ. ૪૦૦ દર્દ મટે ત્યાં સુધી આપવામાં આવે છે.
  બાલવાડી
  બાળકોને નાનપણથી જ સારા સંસ્કારો મળે અને શક્ષિણ તરફ અભિરુચિ જાગે તે માટે ૩ થી ૫ વર્ષની ઉંમરના બાળકોને માટે બાલવાડીની યોજના છે. અનુ.જાતિના બાળકો માટે સ્વૈચ્છિક સંસ્થાઓ બાલવાડી ચલાવે છે. બાલવાડીઓને અનુદાન આપવામાં આવે છે.બાલવાડીની માન્યતા મળતાં પ્રથમ વર્ષ રૂ.૨૦૦૦ સાધન ગ્રાંટ તરીકે આપવામાં આવે છે. બાલવાડીની સંચાલિકા, મોન્ટેસરી ટ્રેઇન્ડ, પી.ટી.સી. અથવા એસ.એસ.સી. અને એક વર્ષનો અનુભવ અથવા શાળાંત પરીક્ષા પાસ કરી હોવી જોઇએ. તેડાગર બહેન ઓછામાં ઓછું ચાર ધોરણ પાસ હોવી જોઇએ. સંચાલીકા અને તેડાગરની નિમણૂંક સંસ્થા ધ્વારા કરવામાં આવે છે.
  ર્ડા. આંબેડકર આવાસ યોજના
  આ યોજના હેઠળ નીચે વ્યકિતગત ધોરણે મકાન બાંધવા માટે રુ.૪૦,૦૦૦ સહાય આપવામાં આવે છે. રૂ.૨૪,૦૦૦ની વાર્ષિક આવક મયાર્દા છે. મકાનની ટોચ કિંમત રુ.૫૦,૦૦૦ ગામ્ય વિસ્તાર માટે અને રુ.૭૦,૦૦૦ શહેરી વિસ્તાર માટે નકકી કરેલ છે.
  અનુ.જાતિ પૈકી વાલ્મિકી, હાડી, નાડીયા અને સેનવા વગેરે અતિપછાત જાતિઓને આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય સહાય આપવામાં આવે છે.
  આંતરજ્ઞાતિય લગ્ન સહાય
  અનુ.જાતિ અને હિન્દુ ધર્મ પાળતા યુવક યુવતીના લગ્નને પ્રોત્સાહન માટે રૂ.૨૫,૦૦૦ નેશનલ સેવગ્સ સર્ટીફીકેટનાં રુપમાં અને રૂ.૨૫,૦૦૦ ધરવખરી લેવા માટે એમ મળીને કુલ રૂ.૫૦,૦૦૦ આપવાની યોજના છે.
  કુંવરબાઇનું મામેરું
  અનુ.જાતિના કુટુંબની પુખ્ત વયની એક જ કન્યાને લગ્ન પ્રસંગે કુંવરબાઇનું મામેરું યોજના પેટે રૂ.૫,૦૦૦ સહાય આપવામાં આવે છે. જેમાં રૂ.૨,૦૦૦ કન્યાના વાલીને રોકડા અને રૂ.૩,૦૦૦નાં કિસાન વિકાસ પત્રો કન્યાના નામે આપવામાં આવે છે. વાર્ષિક આવક મર્યાદા રૂ.૧૧,૦૦૦ છે.
  દિકરી રુડી સાચી મૂડી
  અનુ.જાતિના કુટુંબોમાં અને સમાજમાં દીકરીને પુરતું સન્માન મળે અને દીકરી પરાયું ધન છે તેવી માન્યતા દુર થાય તે હેતુથી અનુ.જાતિની મહિલાઓને દિકરી જન્મ પ્રસંગે પ્રસુતિ સમયે પોષણક્ષમ ખોરાક તથા દવાઓ માટે રૂ.૫૦૦ રોકડા ૧૫ દિવસની અંદર આપવામાં આવે છે. પુત્રીના જન્મ પછી ત્રણ માસની અંદર પુત્રી માટે રૂ.૨૫૦૦ રાષ્ટ્રીય બચતપત્રોના રુપમાં આપવામાં આવે છે.
   
  આ યોજનાનો લાભ ગરીબી રેખા નીચે જીવતા અનુ.જાતિના કુટુંબોમાં જન્મેલ પુત્રી અને તેની માતાને ફકત એક જ પુત્રીના જન્મ પ્રસંગે આપવામાં આવે છે.
  સત્યવાદી રાજા હરિશચંદ્ર મરતોત્તર સહાય
  માઇ રમાબાઇ સાતફેરા સમુહ લગ્ન‍ - પ્રોત્સાહન
  અનું.જાતિમાં લગ્ન પ્રસંગે સામાજીક રીત રિવાજોમાં ખોટા પ્રચાર બંધ કરવાના હેતુથી સાત ફેરા સમુહ લગ્નની યોજના સમુહ લગ્ન કરનાર દંપતિને રૂ.૫,૦૦૦ ના નર્મદા નિધિ બોન્ડ પ્રોત્સાહક પુરસ્કાર તરીકે આપવામાં આવશે. સમુહ લગ્નનું આયોજન કરનાર સંસ્થાને યુગલ દીઠ રૂ.૧,૦૦૦ રોકડા આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેનાર યુગલ લગ્ન માટેની નિયત વય ધરાવતા હોવા જોઇએ.
  સમાજ શક્ષિણ શબિરો
  અનુ.જાતિઓ જુના રીત રિવાજોને હજી વળગી રહે છે. અને નવી આધુનકિ જીવન પધ્ધતિ અપનાવી શકતા નથી. જેના લીધે તેમનો વિકાસ થઇ શકતો નથી. તેમનો આર્થિક અને સામાજીક રીતે ઝડપી વિકાસ થઇ શકે તે માટે સમાજ શક્ષિણ શિબિરોની યોજના અમલમાં મૂકેલ છે. શીબિર યોજવા માટે એક શીબિર પાછળ રૂ. ૫,૦૦૦ નો ખર્ચ કરવાની જોગવાઇ છે.