પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
 

ભારતના સંવિધાનમાં ૭૩  ના સુધારાથી બંધારણમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ખાસ બંધારણીય જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે. જેથી પંચાયતી રાજ વ્યવસ્થાનો ૧૯૯૩ ના પંચાયત અધિનીયમથી અમલ શરૂ થયેલ છે. પાયાની લોકશાહીને મુર્તિમંત કરવા તથા ગ્રામ સ્વરાજના આદર્શને અમલમાં મુકવાનો હેતુ રહેલ છે.

 

પ્રાચીન સમયમાં ગામડાઓનો વહીવટ/સ્થાનિક  પ્રશ્નોનો નિકાલ ગામના  પંચો/ આગેવાનો મારફતે થતો હતો. હવે અર્વાચીન યુગમાં  કાનુની સ્વરૂપે  લોકશાહી માળખું આકાર  લેતાં ગુજરાત  રાજયમાં તા. ૧/૪/૬૩ થી ગ્રામ/તાલુકા/જીલ્લા એમ  ત્રણ સ્તરની પંચાયતી રાજ  વ્યવસ્થા અમલમાં  મુકેલ છે. જીલ્લા  કક્ષાએ  પ્રજાના  ચુંટાયેલા  પંતિનિધિઓ ઘ્વારા   લોકોના  પ્રજા હીતના કામો કરવા  માટે આ  સંસ્થા  કાર્યરત છે. પંચાયત શાખા  તેનો એક ભાગ છે.