પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખાશાખા ની કામગીરી

શાખા ની કામગીરી

 
મેલેરીયા, ડેનગ્યુ ,ચિકુનગુનિયા જેવા રોગો કે જે મચ્છર જેવા વાહક થી ફેલાય છે. તેનુ નિદાન,સારવાર, તથા નિયંત્રણ કરવુ. વાહકો નુ નિયંત્રણ કરવુ. તથા આ માટે રોગથી બચવાના તથા નિયંત્રણ માટે ના કામોનુ આયોજન તથા અમલીકરણ કરવુ.

પંચમહાલ જિલ્લા ના મેલેરીયા રોગ ના તમામ દર્દીઓ, તમામ મેલેરીયા માટે જોખમી વિસ્તારો ને ખાસ તકેદારી થી વિવીધ કામગીરી ઘ્વારા મેલેરીયા રોગ થી બચાવવામા આવે છે. જયારે જિલ્લા ના તમામ ૧ર૩૦ ગામો ના માણસો ને પખવાડીક મેલેરીયા સર્વેલન્સ કામગીરી માં આવરી લેવામા આવે છે. તથા સરકાર શ્રી ના ચાલુ વર્ષના મચ્છરદાની પ્રોજેકટ માં હાઈરિસ્ક વિલેજમાં મફત મચ્છરદાની દવાયુકત કરી આપવામા આવેલી છે. તેમા ગામના દરેક સભ્યને ધારાધોરણ મુજબ આવરી લીધેલ છે.સર્ગભા માતા ઓ તથા આશ્રમ શાળા,છાત્રાલયો વગેરેમાં મચ્છરદાની દવાયુકત કરી આપવામા આવેલી છે.