પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

પંચમહાલ જિલ્લા મા જિલ્લા પંચાયત પંચમહાલ ની આરોગ્ય વિભાગ હસ્તક ના મેલેરીયા શાખા મારફતે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ (National Vector Born Disease Control Programme) ની ગાઇડલાઇન મુજબ અધ્યતન સારવાર અને નિયંત્રણ માટેના પ્રયત્ન કરવામા આવે છે. રોગના દર્દીની સારવાર અને રોગના ફેલાવા માટે જવાબદાર વાહકના નિયંત્રણ માટે જીલ્લામા આવેલ પ્રા.આ.કે ઘ્વારા તેના તાબા હેઠળ ના દરેક ગામો વાહક જન્યરોગ ના અટકાયતી પગલા અને રોગથી બચવાના ઉપાયો તથા તેની સારવાર વિશે ની જાણ કરવામા આવે છે. તેમજ દર પંદર દિવસે દરેક ગામ ના દરેક ધર ની મુલાકાત લઈ સર્વેલન્સ કરી મેલેરીયા તાવ ની સારવાર તથા નિદાન માટેની વ્યવસ્થા કરવામા આવે છે. આરોગ્ય શાખા ના પ્રા.આ.કે ઘ્વારા મેલેરીયા રોગ ની નિદાન અને વૈધકીય સારવાર નિયત ધારાધોરણ અને રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ (National Vector Born Disease Control Programme) ની માર્ગદર્શક સુચનાઓ અનુસાર કરવામા આવે છે. રોગના વાહકો ની સમજ આપી તેનો ફેલાવો અટકાવવા માટે જનસહકાર માંગવામા આવે છે અનિયંત્રીત સંજોગોમા કે ગાઇડલાઇન નક્કી કરે તે ગામોમા વાહક નિયંત્રણ કરતી દવાઓનો છંટકાવ ની વ્યવસ્થા માટે મદદ કરવામા આવે છે.
હાલ નેશનલ મેલેરીયા એલીમિનેશન રાઉન્ડ ચાલુ કરવામા આવેલ છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મેલેરીયા મુકત ગુજરાત-૨૦૨૨ નો ધ્યેય રાકવામા આવેલ છે. જીલ્લાની વસ્તી ના ૧૮ ટકા મુજબ ના લોહીના નમૂના એકત્રીત કરી તેને તપાસી મહતમ રીતે મેલેરીયા ના રોગીઓને શોધી કાઢી સંપુર્ણ સારવાર આપી રોગ અટકાયતી પગલા લેવા મા આવે છે. પંચમહાલ જિલ્લા ના ૫૦ પ્રા.આ.કે, ૧૩ સા.આ.કે, ૦૧ હોસ્પીટલ, ૦૬ શહેરી આરોગ્ય કેંદ્ર અને ૨૯૯ સબસેન્ટર અને ૧૪૪૧ જેટલા તાવ સારવાર કેન્દ્રો (આશા કાર્યકર), દવા વિતરણ કેન્દ્રો વિગેરે ઘ્વારા સામુહીક રીતે લક્ષ્ય પ્રાપ્તી કરવામા આવે છે.