પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખામેલેરીયા અંગે જાગૃતી

મેલેરીયા અંગે જાગૃતી

વાહક જન્ય રોગોની સારવાર અને વાહક નિયંત્રણ માટે કામકરતા તમામ કર્મચારીઓ, સંસ્થાઓ, શાળાઓના વિધ્યાર્થીઓ વિગેરે ને આરોગ્ય શિક્ષણ આપવા માટે ના આયોજન તથા સારવાર અને નિયંત્રણ બાબતોની જાણકારી અધ્યતન રાખાવા માટે ના તાલીમી કાર્યક્રમો નુ આયોજન કરવામા આવે છે. રોગને થતો અટકાવવા અને મચ્છરના કરડવાથી બચવા માટેના ઉપાયો, મચ્છરદાનીના ઉપયોગ તથા રહેણીકરણી ના સુધારા માટે સામાન્ય જનતા ને રોગો વિશે અને તેની સારવાર વિશે ની સમજ મળે તે માટે ગ્રામ સભાઓ, શિબીરો , ભવાઈ શો, નાટક શો, હરીકથા , બળવાભુવા જાગૃતી માટેના કાર્યક્રમ , શેરી નાટકો , પત્રિકા , પોસ્ટર , બેનર , વોલ પેઈન્ટીંગ, હોર્ડીંગ્‍સ , તથા આરોગ્ય કર્મચારીઓ , શાળા આરોગ્ય કાર્યક્રમો , સ્વૈચ્છીક સંસ્થાઓ ના સહકાર થી મેલેરીયા જેવા વાહક રોગોથી બચવા ના ઉપાયો, ઉપચાર ની પઘ્ધતિઓ તથા અગત્યતા, ઉપલબ્ધતા તથા વાહકજન્ય રોગો ના નિયંત્રણ માટે લોકભાગીદારી ની વાતો નો પ્રચાર પ્રસાર કરી આરોગ્ય શિક્ષણ આપવામા આવશે.