પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખા લોહી નિદાન ની તપાસણી

લોહી નિદાન ની તપાસણી

આર.ડી.ટી ( રેપીડ ડાયગ્નોસ્ટીક કીટ) અને લોહીની રકતપટ્ટી પધ્ધતીથી મેલેરીયા ના રોગનુ નિદાન કરવામા આવે છે. જે માટે જિલ્લા ની કુલ વસ્તી ૧૭,,૯૦,૯૩૪ માં થી નિયમોનુસાર ૧૮ ટકા મુજબ કુલ ૩,૨૨,૩૬૮ લોહીના નમુના નુ પરીક્ષણ કરવામા આવશે. ત્વરીત નિદાન અને ઝડપી અને સંપુર્ણ સારવાર EDCT= (Early Diagnosis and Prompt Treatment) નો અભિગમ અપવનાવવામા આવશે. રોગ નિદાન માટે પ્રત્યેક ગામમા ૧૪૪૧ જેટલા આશા કાર્યકર, ૨૯૯ જેટલા સબસેન્ટર( સબસેન્ટરમા એક પુરૂષ અને એક મહીલા આરોગ્ય કાર્યકર), ૫૦ પ્રા.આ.કેંદ્ર, ૧૩ જેટલી રેફરલ હોસ્પીટલો અને એક જીલ્લા હોસ્પીટલ કમ સેન્ટીનલ સર્વેલંન્સ સેંન્ટર ગોધરા દ્વારા તમામ તાવના દર્દીઓને અધ્યતન નિદાન અને સારવારની વ્યવસ્થા કરવામા આવેલ છે, મુખ્ય મંત્રી નિદાન યોજનાના ભાગ રૂપે જે તદન નિસુલ્ક આપવામા આવે છે.