પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમહેસુલ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

જીલ્લા પંચાયત પંચમહાલ ગોધરા હેઠળ મહેસુલી શાખા તરફથી સરકારશ્રીના જમીન મહેસુલના કાયદાકીય કલમો મુજબ ગ્રામ્ય વિસ્તાર ની જમીનો ઔઘોગિક / રહેઠાણ / વાણિજય હેતુ માટે બીનખેતી કરવાની કામગીરી કરવામાં આવે છે. આદિવાસી ખેડૂતની જમીન અંગે ૭૩ એ એ ના સત્તા પ્રકારે આદિવાસી ખેડૂત આદિવાસી ખેડૂતને વેચાણ કરવા અંગે નિતિ નિયમો ધ્યાને રાખી મંજુરી અર્થે કામગીરી કરવામાં આવે છે. સરકારશ્રીના નિતિ નિયમો મુજબ ખેડૂતે મંજુરી મેળવી ન હોય અને બીનખેતી કૃત્ય કરેલ હોય તો તેને દંડ અને ઉપજની રકમ વસુલ કરવાની કામગીરી થાય છે.

ઉકત કામગીરીની મંજુરી અંગે જીલ્લા પંચાયત પંચમહાલ ગોધરાની કારોબારી સમિતિને સત્તા સુપ્રત થયેલ છે. ખેડૂતોના જમીન મહેસુલ અને મહેસુલી વસુલાત થાય તે અંગે જરૂરી અમલ કરવા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને જણાવવામાં આવે છે. જીલ્લા પંચાયત પંચમહાલ ગોધરા હસ્તકની દબાણ શાખા મારફતે જીલ્લા હેઠળના ગ્રામ્ય કક્ષા ખાતે થતાં સરકારી / ગૌચર જમીનોના દબાણો સંબધિત એજન્સી ( ગ્રામ પંચાયત ) મારફતે સરકારશ્રીના પ્રર્વતમાન નિતિ નિયમો અનુસાર દુર કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. દબાણો દુર કરવા સારૂ વખતો વખત તાલુકા વિકાસ અધિકારીશ્રીને સત્વરે દબાણો દુર કરવા તથા નવીન દબાણો ન થાય તે માટે તાકીદ કરવામાં આવે છે.