પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ કુટુંબ કલ્યાણ શાખાસ્ત્રી-પુરુષ ઓપરેશન

સ્ત્રી-પુરુષ ઓપરેશન

 
  સ્ત્રી ઓપરેશન
  શૈક્ષણિક કામગીરી પુર્ણ થતાં ઠોસ પગલાં રુપે મહત્વની કામગીરી સ્ત્રી ઓપરેશન છે. બે બાળકોના જન્મ પછી સામાન્ય રીતે સ્ત્રીને ઓપરેશન કરાવવા બાબતે સમજાવવામાં આવે છે. અને સુધરેલો સમાજ એક સંતાન પછી પણ સ્ત્રી ઓપરેશનને અપનાવતો થયો છે. એક અથવા બે બાળકના જન્મ પછી સ્ત્રી ઓપરેશન અપનાવવામાં આવે તો જાતીય જીવનને કોઇ નુકશાન થતું નથી. અને બાળકો પેદા થવાની ઝંઝટમાંથી બહાર આવી જવાય છે.
  પ્રાથમકિ આરોગ્ય કેન્દ્ર ઉપર સ્ત્રી ઓપરેશનની સંપુર્ણ સવલતો પુરી પાડવામાં આવે છે. જયાં મફત સ્ત્રી ઓપરેશન કરી આપવામાં આવે છે ઉપરાંત સરકારશ્રીએ નકકી કરેલ પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવે છે. સાથે સાથે માતૃ આરોગ્યની પણ સાર સંભાળ લેવાય છે.
  પુરુષ ઓપરેશન
  સ્ત્રી ઓપરેશનની જેમ પુરુષ ઓપરેશન પણ પરિવાર નિયોજનનું એક મહત્વનું અંગ છે. પુરુષ પણ ઓપરેશન ધ્વારા પરિવાર નિયોજન અપનાવી શકે છે. જેમાં પણ તેના સ્વાસ્થ્યને કે જાતીય જીવનને કોઇ નુકશાન થતું નથી. અને પ્રાથમકિ આરોગ્ય કેન્દ્રો ઉપર આની પુરતી સગવડો આપવામાં આવે છે. અને સરકારશ્રી ધ્વારા આ પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવે છે.
 
કુટુંબ કલ્યાણ માસીક રીપોર્ટ માહે માર્ચ ર૦૦૮ અંતિત જિલ્લો પંચમહાલ
ક્રમ  ૫ઘ્ધતિ નુ નામ  વાર્ષકિ લ૧યાંક  ગત માસની કામગીરી  ચાલુ માસની કામગીરી  વાર્ષકિ કુલ કામગીરી (કેશમાં)  ટકા 
પુરૂષ ઓ૫રેશન (VT) - -
ર  પુરૂષ ઓ૫રેશન (NSV.) - ૧૩૯૯ ૨૧ ૧૪૨૦ -
સ્ત્રી ઓ૫રેશન (TL)  - ૧૫૪૧ ૮૬ ૧૬૨૭ -
સ્ત્રી ઓ૫રેશન (LPRO) - ૯૨૭૪ ૫૫૩ ૯૮૨૭ -
એકંદરે ૧૩૩૦૦ ૧૨૨૧૪ ૬૬૦ ૧૨૮૭૪ ૯૬.૭૯