પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ કુટુંબ કલ્યાણ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
  કુટુંબ કલ્યાણનું બીજુ નામ પરિવાર નિયોજન છે. નાનું કુટુંબ સુખી કુટુંબ એ સુત્રને ધ્યાને લઇને આ શાખાની કામગીરીની શરુઆત થાય છે. પરિવારને નિયોજન કરવામાં આવે તો જ કુટુંબની અને રાષ્ટ્રની સુખાકારી વધે. એ બહુ જ સ્પષ્ટ છે કે, મૃત્‍યુ દર કરતાં જન્મદર ઉંચો હશે તો વસ્તી વધારો ફેલાતો રહેશે. અને જન્મ આપવો સહેલો છે પરંતું પાલન કરવું અધરું છે. વસ્તી વધારો દેશના અર્થતંત્રને તોડી નાંખવા માટે પુરતો છે. જયાં સુધી વસ્તી વધારો ન રોકાય ત્યાં સુધી દેશને પ્રગતિના પંથે લઇ જવો શકય નથી. આમ ખૂબ જ નીચલા સ્તરથી શરુ કરીને એટલે કે કુટુંબથી શરુ કરી રાષ્ટ્ર સુધી આ કાર્યક્રમને એક સરખું મહત્વ આપવું ખુબ જ જરુરી છે.
`