પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

પંચાયત (મા.મ.)વિભાગ સરકારશ્રી સદરની મળતી ગ્રાંટ જેવી કે નોર્મલ બજેટ, ટ્રાયબલ બજેટ, બજેટની ઉચ્ચક જોગવાઈની જુદીજુદી આઈટમો, નાબાર્ડ, કિશાનપથ, ૧૪મું નાણાંપંચ રસ્તા સુધારણા તથા રીન્યુઅલના કામો હાથ ધરવામાં આવે છે. સી.આર.એફ.યોજનાઓમાં રસ્તાઓના મજબૂતીકરણની કામગીરી કરવામાં આવે છે. જયારે ખાસ મરામત તથા ચાલુ મરામત સદર હેઠળ રસ્તા પુલો, નાળાની નિભાવણી તથા મરામતની કામગીરી કરવામાં આવે છે. સદર ગ્રાંટ સિવાય સ્થાનિક સદર જેવા કે ટી.એ.એસ.પી. જિલ્લા આયોજન મંડળની વિવિધ જોગવાઈઓની ગ્રાંટ,સંસદસભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રી જોગવાઈ હેઠળની ગ્રાંટમાંથી પણ નવીન રસ્તા નાળાના બાંધકામો હાથ ધરી અંતરિયાળ વિસ્તારમાં, આદિજાતિ વિસ્તારમાં રસ્તાની સગવડો આપવામાં આવે છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કેન્દ્ર સરકાર ઘ્વારા ગાઈડલાઈન હેઠળ મંજુર થતાં ફળીયાને જોડતા પરા-પેટા પરાને જોડતા રસ્તાઓના કામો પુર્ણ કરી ફળીયાઓને બારમાસી ડામર સપાટીના રસ્તાથી જોડવામાં આવે છે. આમ પંચાયત ઘ્વારા બાંધવામાં આવતા રસ્તા નાળા પુલોને લીધે ગ્રામ્ય વિસ્તારની અંતરિયાળ પૂજાને વાહન વ્યવહારનો લાભ મળે છે.જેના કારણે ખેતપેદાશ તથા ડેરી ઉધોગમાં વધારો થાય છે.નાના અંતરિયાળ ગામોનો પૂજાને આરોગ્ય લક્ષી સેવાઓ,ઉચ્ચશિક્ષણ માટે મોટા ગામ,તાલુકા કે જિલ્લા મથકે જઈ લાભ મેળવી શકે છે.આધુનિક ટેકનોલોજીની જાણકારી મેળવી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની પૂજા વિશ્વના મહત્વના કેન્દ્રો સાથે ઘ્વનિ સંદેશથી ઈન્ટરનેટથી કે અન્ય ક્રાન્તિકારી શોધખોળોથી વાકેફ થઈ સંપર્ક રાખી શકે છે.
આ વિભાગ ઘ્વારા શૈક્ષણિક,આરોગ્ય તથા પશુપાલનને લગતા નવીન મકાનો (રહેણાંક કે બીન રહેણાંક) બાંધકામોની કામગીરી સરકારી સદર કે સ્થાનિક સદરની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવે છે.તેમજ હયાત મકાનોની નિભાવણી અને મરામત આ વિભાગ ઘ્વારા કરવામાં આવે છે. જેના કારણે ગામ્ય વિસ્તારની પૂજાને શૈક્ષણિક તથા આરોગ્યની સેવાઓનો લાભ મળે છે.તથા પશુપાલન ક્ષેત્રે પણ સારો એવો લાભ મળે છે.અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં પાકા,મેટલના રસ્તાઓ બનતા ગ્રામ્યજનોને ગંભીર માંદગીમાં તાત્કાલિક સારવારનો લાભ મળતા એકંદરે મૂત્યુઆંકમાં ધટાડો જોવા મળે છે.
વધુમાં ચાલુ વર્ષ હેઠળ પ્રવાસનના પર્યટક સ્થળોએ રસ્તા બાંધકામ તથા જાહેર શૌચાલય બનાવી પ્રવાસીઓને સુખાકારી આપવામાં આવેલ છે. ઉપરાંત નિર્મળ ગુજરાત હેઠળ પણ વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે.કાચાથી ડામરના રસ્તા,નાળા, ખુટતી કળીના કામો અને ખાસ મરામત સદરે કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તદ્ઉપરાંત ગોધરા,કાલોલ,શહેરા નવીન તાલુકા પંચાયતના મકાનો હાથ ધરવામાં આવેલ છે. નવીન આંગણવાડીના ૫૭ કામો હાથ ધરવામાં આવેલ છે. નવીન ગ્રામપંચાયતના ૨૮ મકાનો કામ હાથ ધરવામાં આવેલ છે.