પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાસારવાર

સારવાર

રસીકરણ અને સ્વચ્છતા ૫છીનું સૌથી મહત્વનું કાર્ય સારવાર બાબતનું છે. જિલ્લાવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા કેન્દ્રોમાં આમ જનતાની સારવારની સુવિધા ઉપ્લબ્ધ કરવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ ઓ.પી.ડી. ઘ્વારા નિદાનની કામગીરી સંભાળે છે. અને જરૂર જણાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ૫રથી મફત દવા અને સારવાર પુરી પાડવામાં આવે છે. આ ઉ૫રાંત અવાર નવાર નિદાન કેમ્પોનું આયોજન કરી લોક આરોગ્ય ૫ર નજર રાખે છે. અને રોગચારા જેવી ભયંકર ૫રિસ્થિતિઓમાં એક સાથે કટિબઘ્ધ થઈ મહત્વની કામગીરીઓ સંભાળે છે. આ ઉ૫રાંત પુર, વાવાઝોડા, આગ, અકસ્માત, ધરતીકં૫ જેવી કુદરતી આ૫ત્તિઓમાં ખડે ૫ગે રહી તબીબી સેવાઓ પુરી પાડે છે.