પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખારસીકરણ

રસીકરણ

 
  માતા ગર્ભવતી બને ત્યારથી આરોગ્યની કામગીરી શરૂ થાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સબ સેન્ટર લેવલે દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર ગર્ભવતી સ્ત્રીઓની ધનુરની રસી મુકવામાં આવે છે. તથા તેની વખતો વખત આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. ત્યાર બાદ બાળકનો જન્મ થતા બી.સી.જી., પોલિયો, ત્રિગુણી જેવી રસીઓનું સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે. અને બાળક મોટુ થાય ત્યાં સુધી વખતો વખત આ રસી આપવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારી મેલેરીયા જેવા વાવરના રોગોની પણ રસી મુકવાનું કામ ખુબ જ ખંતથી નિભાવે છે.
 
ઉંમર રસીકરણ
૧.પ માસ બીસીજી, ડીપીટી અને પોલિયો પ્રથમ ડોઝ
ર.પ માસ ડીપીટી, પોલિયો બીજો ડોઝ
૩.પ માસ ડીપીટી, પોલિયો ત્રીજો ડોઝ
૯ માસ ઓરી, વિટામીન એ
૧૮ માસ ડીપીટી, પોલિયો બુસ્ટર ડોઝ, વિટામીન એ
ર૪ માસ વિટામીન એ
૩૦ માસ વિટામીન એ
૩૬ માસ વિટામીન એ