પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
  જિલ્લાની સંપૂર્ણ આંકડાકીય માહિતી અને જીલ્લાએ વર્ષ દરમ્યાન હાંસલ કરેલ યોજનાકીય લક્ષ્યાંક/સિધ્ધિનું ચિત્ર રજુ કરવાનું કામ આ શાખા  દ્વારા થાય છે.
  જીલ્લાઓની તમામ બાબતની આંકડાકીય રુપરેખા તૈયાર કરવી અને સમગ્ર જીલ્લાના વિકાસલક્ષી આયોજનમાં મહત્વનું પ્રદાન કરે છે.
  આ શાખા દ્વારા પ્રત્યેક વર્ષ અંતિત પંચાયત કર્મચારીઓની આંકડાકીય માહિતી સબંધિત શાખાઓ પાસેથી એકત્ર કરી વિકાસ કમિશ્નરશ્રીને મોકલી આપવામાં આવે છે.
  ન્યુનત્તમ જરુરીયાતોને લગતી ગ્રામ સવલત મોજણીની માહિતી તૈયાર કરી નિયામકશ્રી,અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરીને મોકલી આપે છે.
  સરકારશ્રીએ તબદીલ કરેલ યોજનાઓની કામગીરી સાથે જીલ્લા આયોજન મંડળના સહયોગથી ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ,માન.ઘારાસભ્યશ્રી હસ્તકના ફંડની તથા એમ.પી.ફંડની દરખાસ્તો દરેક સબંધિતશાખા દ્વારા જીલ્લા આયોજન મંડળને મોકલી આપવમાં આવે છે. જીલ્લા પંચાયતમાં મળતી શાખાધિકારીઓની માસીક બેઠકમાં આયોજનના કામોની સમીક્ષા કરવામાં આવે છે. જીલ્લા આંકડા અધિકારી જીલ્લા આયોજન મંડળના વધારાના સભ્ય સચિવ તરીકે કામગીરી બજાવે છે. ૮૦ ટકા નોર્મલ પ્લાન તથા ૨૦ મુદ્દા કાર્યક્રમ હેઠળ યોજનાઓના માસિક/ત્રિમાસિક અહેવાલો સબંધિત અમલીકરણ અધિકારીશ્રી પાસેથી મેળવી તેની ચકાસણી કરીને જિલ્લા આયોજન મંડળને મોકલવામાં આવે છે.
  માનવ વસતિ ગણતરી-પ્રત્યેક ૧૦ વર્ષ બાદ તથા પ્રત્યેક ૫ વર્ષે હાથ ધરાતી પશુધન વસતી ગણતરી,આર્થિક ગણતરી,વિવિધ મુલ્યાંકન અભ્યાસ વિ.ની કામગીરી આ શાખા દ્વારા સરકારશ્રીની સૂચનાનુસાર અમલવારી કરવામાં આવે છે.