પંચાયત વિભાગ


મુખપૃષ્ઠપંચાયત વિષેપ્રવ્રુત્તિઓ

પ્રવ્રુત્તિઓ

જીલ્લા પંચાયતની સામાન્ય સભા, કારોબારી સમીતી, અપીલ સમીતીની બેઠકો યોજવી તેના સંચાલનની વ્યવસ્થા કરવી તથા બેઠકોની કાર્યવાહી નોંધો તૈયાર કરી રવાના કરવી.
તા.પં.ની બેઠકોની કાર્યવાહી નોંધોને અવલોકનમાં લેવી.
તા.વિ.અશ્રી, તા.પં.અધિશ્રી ની ડાયરીઓ નિયમિત રજુ થાય તેની તકેદારી રાખવી. તથા મંજુરી આપવી.
આ કચેરી હસ્તકની યોજનાઓના તાલુકા પંચાયતને ફાળવેલ લક્ષાંકો મુજબ કામગીરી થાય તેની તકેદારી રાખવી.
ફાળવેલ યોજનાકીય લક્ષાંકો મુજબ વહીવટી મંજુરી માટેની દરખાસ્તો મેળવી સમયસર મંજુરી આપવા અંગે તકેદારી રાખવી.
નિયંત્રણ હેઠળની કચેરીઓમાં ફાળવેલ લક્ષાંકો મુજબ ભૌતિક નાણાંકીય લક્ષાંકો નકકી કરેલ સમય મર્યાદામાં સિઘ્ધ થાય તે માટે જરૂરી આયોજન માર્ગદર્શન આપવું.
યોજનાકીય કામોની નિયત કરેલ ટકાવારી મુજબ તપાસ કરવી.
તાલુકા/ગ્રામ પંચાયતોની તપાસણી તથા સુપરવીઝન કરવું.
જાહેર સેવકો વિરૂઘ્ધની ફરીયાદોની તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવી.
ગૌણ વન પેદાશ ની મહત્તમ ઉપજ મળે તેવા પ્રયત્નો કરવા.
ગ્રામ સભાઓનું આયોજન,રીપોર્ટીગ તથા ગ્રામ સભામાં ઉદભવેલ પ્રશ્નોનો નિકાલ કરવો.