પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખા જંતુનાશક દવા છંટકાવ કાર્યક્રમ

જંતુનાશક દવા છંટકાવ કાર્યક્રમ ( IRS = Intra Residual Sprey)

જોખમી ગ્રામ્ય વિસ્તારોમાં મેલેરીયાના નિયંત્રણ માટેનું એક અગત્યની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ પાછળ સૌથી વધુ ખર્ચ થતો હોય છે જેથી કરવામાં આવતા ખર્ચનું યોગ્ય વળતર મળે તે માટે જંતુનાશક દવાઓ નુ કુશળ કાર્યકરો મારફતે દવા છંટકાવ કરાવવામા આવે છે. આ માટે લાભાર્થી વિસ્તારને અગાઊ થી માહીતગાર કરી થનાર છંટકાવમા સહકાર બાબતે જનસમુદાયને સક્રિય રીતે સામેલ કરવામા આવે છે. આ કામગીરી નો સમયસ અમલ કરવામા આવે છે જે ખુબ જરૂરી છે. વર્ષ ૨૦૧૭ દરમ્યાન કુલ ૧૦૮ મેલેરીયા માટે જોખમી ગામોને નકકી કરેલ ધારાધોરણો ના આધારે અલગ તારવી કુલ ૪૯૫૯૯૧ વસ્તીના રહેઠાણોમા દવા છંટકાવ કરવામા આવેલ છે. જે બે રાઉન્ડ મા કરવામા આવશે. તથા અન્ય વાહક સેન્ડફ્લાય ના નિયંત્રણ માટે ગ્રામ્ય આરોગ્ય સમિતી દ્વારા મેલેથીઓન ડસ્ટીંગ ની વ્યવસ્થા કરવામા આવેલ છે.