પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખા બાયોલોજીલ નિયંત્રણ પોરા ભક્ષક માછલી , બીટીઆઇ દ્વારા

બાયોલોજીલ નિયંત્રણ પોરા ભક્ષક માછલી , બીટીઆઇ દ્વારા

રાસાયણીક દવાઓથી થતા પ્રદુષણ ના વિકલ્પ રૂપે જિલ્લા ના તમામ મચ્છર ઉત્પતિ સ્થાનો ને વિવિધ પઘ્ધતિઓ થી નાબુદ કરવા માટે મચ્છર નિયંત્રણ અર્થાત વાહક નિયંત્રણ કરવામા આવશે. જેમાં મોટા જળ સ્ત્રોતો ની સારવાર માટે ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલી ઘ્વારા ઈકોફ્રેન્ડલી- જીવંત નિયંત્રણ કરવા માટેની વ્યવસ્થા કરવામા આવે છે. જે અન્વયે મોજણી કરેલ જળસ્ત્રોતો માં માછલી મુકવામાં આવશે. જે માટે કુદરતી અને કુત્રીમ મત્સ્ય ઉછેરકેંદ્ર પણ ઉભા કરવામા આવે છે અને તેને સમગ્ર વર્ષ દરમ્યાન નિભાવવામા આવે છે. આ ઉપરાન્ત પોરાનિયંત્રણ ની કામગીરી મા બી.ટી.આઇ દ્રાવણ કે જે જીવંત બેસીલસ થ્રુએંજીયસ નામના બેકટેરીયા નુ બનેલ હોય છે જે પોરાના જીવનચક્રને પ્રભાવીત કરી તેનો કુદરતી રીતે નાશ કરે છે..